Featured

H.H. pramukh swami સાથે દિવ્ય અનુભવ.

ચાલુ વર્ષે 2022 ડિસેમ્બર-જાન્યુઆરી-2023માં ગુજરાતમાં અમદાવાદ ખાતે બોચાસણવાસી શ્રી અક્ષરપૂરૂષોતમ સ્વામિનારાયણ સંસ્થાના સ્વર્ગસ્થ પ્રમુખ અને ગુરૂ પદે આજીવન નિષ્કલંક સેવા આપી સમાજને બદલવાની એક અનોખી રીતે પહેલ કરી છે, એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી કે જેમનું સાચું નામ નારાયણસ્વરૂપદાસ હતું, ( જન્મ: 7 ડિસેમ્બર 1921, વિક્રમ સંવત 1978, માગશર સુદ આઠમ – સ્વધામ: 13 ઓગસ્ટ […]

Read More H.H. pramukh swami સાથે દિવ્ય અનુભવ.
Featured

CORONA VIRUS UPGRADE : BF.7 ઓમિક્રોનનું સબવેરિઅન્ટ

છેલ્લા બે મહિના કરતાં વધારે સમયથી ચીનના કેટલાક વિસ્તારોમાં કોરોનાએ પુનઃ હાહાકાર મચાવ્યો હોવાના હેવાલો મળી રહ્યા છે. ઝેનિફર ઝેંગ નામના ટ્વિટર યુઝરે જાહેર કરેલા કેટલાક વિડીયો દ્વારા તેની ભયાનકતા જાણી શકાય છે. કોરોના વાયરસના નવા રૂપ અંગે ગુગલ પર તપાસ કરતા જાણવા મળ્યુ છે કે આ વાયરસ મૂળ વાયરસનો સબવેરિઅન્ટ છે, જેનું પૈતૃક વાયરસ […]

Read More CORONA VIRUS UPGRADE : BF.7 ઓમિક્રોનનું સબવેરિઅન્ટ
Featured

એક અજાયબી તરફ આગળ વધી રહ્યું છે; ગુજરાત. એક જ નદી પર 9 પુલ

આગામી બે-ત્રણ વર્ષમાં જ ભરૂચમાં ૧૫-૨૦ કિલોમીટરની ત્રિજ્યામાં નર્મદા નદી ઉપર નવા જૂના મળી કુલ ૯ પુલ ઉપલબ્ધ હશે. ભરૂચની નર્મદા નદી ઉપર દેશના સૌથી લાંબા 8 લેનના કેબલ બ્રિજના નિર્માણ બાદ ડબલ ડેકર ગુડ્ઝ ટ્રેન અને બુલેટ ટ્રેન માટે અન્ય 2 બ્રિજના નિર્માણની કામગીરી હાલ જોરશોરમાં ચાલી રહી છે. નર્મદા નદી ઉપર 91 વર્ષ […]

Read More એક અજાયબી તરફ આગળ વધી રહ્યું છે; ગુજરાત. એક જ નદી પર 9 પુલ
Featured

GUJARAT : AAM ADAMI PARTY IS BRAKED આપ ગુજરાતમાં શપથવિધિ પહેલા જ ભંગાણ.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી -2022 દરમિયાન ગુજરાતમાં રાજકીય માહોલમાં બહુ જ મોટો ઉલટફેર જોવા મળ્યો હતો અને પરિણામ પછી પણ જોવા મળી રહ્યો છે. રાજકારણ એ એવી રમત છે એમાં રમતનો ખેલાડી બદલાયા કરતો હોય છે. ગુજરાતના રાજકારણમાં તાજેતરના ભૂતકાળમાં અનેક એવા ખેલ થયા છે કે આખીય બાજી ઊંધી વળી જતા નેતાઓએ અને સામાન્ય નાગરીકોએ […]

Read More GUJARAT : AAM ADAMI PARTY IS BRAKED આપ ગુજરાતમાં શપથવિધિ પહેલા જ ભંગાણ.
Featured

મતદાર યાદીમાં આપનું નામ કેવી રીતે ચેક કરશો.

ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી ચૂકી છે, પ્રચાર યુદ્ધના પડઘમ અને રણભેરી સંભળાય રહી છે. થોડા જ દિવસોમાં મતદાનનો સમય પણ આવી જશે. સામાન્ય નાગરિકો પોતાના લોકશાહી અધિકાર મતદાનના અધિકાર અંગે કાળજીપૂર્વક જાગૃત હોય છે. પરંતુ કેટલાક લોકો બેદરકારીપૂર્વક આળસ કરે છે અને મતદાનનો મહત્વપૂર્ણ પગલું એટલે કે , મતદાર યાદીમાં […]

Read More મતદાર યાદીમાં આપનું નામ કેવી રીતે ચેક કરશો.
Featured

ગુજરાત, સૌરાષ્ટ્રમાં કોસ્ટલ વિકાસ માટે ભાવનગર-દ્વારકા રેલ્વે લાઇન

ભારત આજે આઝાદીના 75 વર્ષે અમૃત મહોત્સવ ઉજવણી કરીને શતાબ્દી મહોત્સવ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે, ભારતની પશ્ચિમ દિશામાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના સાગર કાંઠે હજીયે વિકાસની માત્ર વાતો થાય છે. અને આ સાગરકાંઠે વસતા શહેરો કે ગામડાઓ હજુ પણ અવિકસિત છે. સૌરાષ્ટ્રના આ સાગર કાંઠે ખંભાતના અખાતના કિનારે ભાવનગર જેવું વિકસિત પરંતુ પર્યાપ્ત વ્યવસ્થા […]

Read More ગુજરાત, સૌરાષ્ટ્રમાં કોસ્ટલ વિકાસ માટે ભાવનગર-દ્વારકા રેલ્વે લાઇન
Featured

TITANIC OF GUJARAT : હાજી કાશમની વિજળી

એક ગુજરાતી લોકગીત છે, જે મૂળ તો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કવિતા છે, પરંતુ આજે એ લોકગીત બની ગયું છે; …. હાજી કાસમ તારી વિજળી રે મધદરિયે વેરણ થઈ….. આ “વિજળી” એટલે કે વરાળથી ચાલતું જહાજ, આ જહાજ એ સમયનું કદાચ પ્રથમ એવું જહાજ (આગબોટ, steamer ) હતું જે પર વિજળીના દિવાઓ વડે પ્રકાશિત હતું. […]

Read More TITANIC OF GUJARAT : હાજી કાશમની વિજળી
Featured

Hindu new year vikram samvat 2079: નૂતન વર્ષાભિનંદન

http://www.babulalvariya.wordpress.com બ્લોગ પરના મારા તમામ સ્નેહી વાંચકો, અનુસરતા મિત્રોને આજથી શરૂ થતાં વિક્રમ સંવત 2079 ના નુતન વર્ષે આપ, આપના સ્નેહીઓ સહિત પરિવાર ખૂબ સુખમય આરોગ્ય, ધનસંપત્તી, પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ. variyabd@gmail.com બાબુલાલ વરીયા.

Read More Hindu new year vikram samvat 2079: નૂતન વર્ષાભિનંદન
Featured

Annually Extra day : “dhoko” in hindu calendar, દિવાળી પછી “ધોકો” કેમ આવે છે?

મહારાજા વિક્રમાદિત્યે શરૂ કરેલું “વિક્રમ સંવત” કે શાલિવાહન રાજાનું શરૂ કરેલું “શક સંવત ” ભારતીય પંચાંગ તરીકે મુખ્યત્વે ઉપયોગમાં લેવાય છે. આ સહિત વિશ્વમાં લગભગ પંદરેક પંચાંગ અસ્તિત્વમાં છે. જેમાં ભારતીય વિક્રમ સંવતમાં કારતક થી આસો સુધી બાર માસ (મહિના) છે. જ્યારે શક સંવતમાં ચૈત્ર થી ફાગણ સુધીના બાર માસ હોય છે જેમાં મહિનાના પંદરમાં […]

Read More Annually Extra day : “dhoko” in hindu calendar, દિવાળી પછી “ધોકો” કેમ આવે છે?
Featured

the mountain GIRANAR લીલી પરિક્રમા : પર્યાવરણ જાળવણી સંકલ્પ સાથે આધ્યાત્મિક-પ્રાકૃતિક યાત્રાને યાદગાર બનાવીએ.

આમ તો આ શબ્દ લોકબોલીમાં ખૂબ લાડથી અને પુરા ભક્તિભાવથી ” પરકમ્મા ” તરીકે બોલવામાં અને ક્યારેક તો લખવામાં પણ આવે છે. આ પરકમ્મા એટલે પરિક્રમા અને એટલે પ્રદક્ષિણા! અને આ શબ્દો જ્યારે યાદ આવે ત્યારે બે ઘટનાઓ જે બચપણથી જ મગજમાં ઘુસી ગઈ છે, તે જ યાદ આવે! એક તો પૃથ્વી પોતાની ધરી પર […]

Read More the mountain GIRANAR લીલી પરિક્રમા : પર્યાવરણ જાળવણી સંકલ્પ સાથે આધ્યાત્મિક-પ્રાકૃતિક યાત્રાને યાદગાર બનાવીએ.
Featured

Commonwealth games 2022: આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં ભારત, ઉગતો સુરજ

કોમનવેલ્થ રમતોત્સવ એ એવો એક ઉત્સવ છે કે જે દેશોમાં અગાઉ બ્રિટિશ સત્તા હતી, પરંતુ હવે એવા દેશો જે સ્વતંત્ર બની ચુક્યા છે. એવા દેશો વચ્ચે સંભારણા રૂપે કોઈ પણ એક દેશના નગરમાં ઓલિમ્પિક રમતોત્સવ જેવો જ રમતોત્સવ ઉજવાય છે. બ્રિટનના રાણી પોતાના ઉદબોધન દ્વારા આ રમતોત્સવની શરૂઆત કરાવે છે. કોમનવેલ્થ રમતોત્સવને રાષ્ટ્રમંડલ રમતોત્સવ તરીકે […]

Read More Commonwealth games 2022: આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં ભારત, ઉગતો સુરજ
Featured

ચીનમાં બેંકિંગ કટોકટી: શું તાઇનાનમેન સ્કવેર-2 બનવા માટે તૈયાર છે?

21જુલાઈ, 2022ના રોજ FIRSTPOST બ્લોગ પર પ્રસિદ્ધ થયેલા એક પોસ્ટ અનુસાર : 1989ના તિયાનમેન સ્ક્વેર હત્યાકાંડની ભયંકર યાદ આવે એવા હેવાલો ચીનના હેનાન પ્રાંતમાંથી આવી રહ્યા છે. અહીં ‘બેંક ઓફ ચાઇના’ની હેનાન શાખા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેમની શાખામાં થાપણદારોની બચત ‘ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ’ છે અને તેને ઉપાડી શકાતી નથી. આ રીતે બેંકો દ્વારા […]

Read More ચીનમાં બેંકિંગ કટોકટી: શું તાઇનાનમેન સ્કવેર-2 બનવા માટે તૈયાર છે?
Featured

President election in india: રાષ્ટ્રપતિને મળતા મતોનું મુલ્ય.

ભારતમાં આજે 15માં રાષ્ટ્રપતિ માટે ચુંટણી યોજાઇ જેમાં શાસક પક્ષ NDA તરફથી આદિવાસી મહિલા ઉમેદવાર શ્રીમતી દ્રોપદી મૂર્મુ અને વિરોધપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સીંહા પ્રતિસ્પર્ધી હતા. આજે દિવસ દરમિયાન ભારતીય સંસદ અને વિવિધ રાજ્યોમાં વિધાનસભાઓ ખાતે ખાસ બનાવેલા મતદાન મથકોએ જે તે ગૃહના સભ્યોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું. જેનું પરિણામ 21 જુલાઈ, 2022ના દિવસે જાહેર […]

Read More President election in india: રાષ્ટ્રપતિને મળતા મતોનું મુલ્ય.
Featured

Agnipath : દેશદાઝ અને દેશભક્તિ જગાડવાના એક પ્રયાસને સમજવાનો પ્રયત્ન

ભારત સરકાર દ્વારા અગ્નીપથ યોજના અંતર્ગત લશ્કરી સેવામાં અગ્નિવીર તરીકે નાગરિકોને 4વર્ષ સેવા આપવાની તક આપવામાં આવી છે, ત્યારે કેટલાક રાજકીય વિરોધીઓ ભારે વિરોધ રહ્યા છે ત્યારે આપણને જાણકારી હોવી જોઈએ કે વિશ્વમાં લગભગ 15 કરતા વધુ દેશો એવા છે, જ્યાં નાગરિકોને લશ્કરી સેવા ફરજીયાત છે, એવા દેશોના નાગરિકોમાં સ્વભાવિક રીતે જ દેશદાઝ અને દેશભક્તિ […]

Read More Agnipath : દેશદાઝ અને દેશભક્તિ જગાડવાના એક પ્રયાસને સમજવાનો પ્રયત્ન
Featured

Coments of Nupur sharma, નામ અપમાનનું અને કામ હિન્દુઓને ઉશ્કરવાનું

ભારતમાં કાશી (Banaras ) જ્ઞાનવ્યાપી મસ્જીદ-કાશીવિશ્વનાથ મંદિર ખાતે કાશીની જીલ્લા કોર્ટના આદેશથી “આર્કયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા” દ્વારા એક સર્વેક્ષણ કરવામાં આવ્યું તેમાં એક કુવા જેવી જગ્યા જોવા મળી તેને સ્થાનિક મુસ્લિમો વજુખાના તરીકે ઓળખવામાં આવે છે, તેમાં રહેલું પાણી ખાલી કરતાં તેમાંથી એક પુરાતત્વીય શિવલિંગ મળી આવ્યાનો દાવો કરવામાં આવે છે. અહીં સર્વો વાંચક મિત્રોને […]

Read More Coments of Nupur sharma, નામ અપમાનનું અને કામ હિન્દુઓને ઉશ્કરવાનું
Featured

ચોમાસા પહેલા ગુજરાતમાં વાવાઝોડું

ગુજરાતના હવામાનમાં કેટલાક વર્ષોથી એક જ પ્રકારની પેટર્ન જોવા મળી રહી છે. ચોમાસાની શરૂઆત પહેલા વૈશાખ મહીનામાં અખાત્રીજ (અક્ષય ત્રિતીયા ) ની આજુબાજુના દિવસોમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું ઉદભવે અને લગભગ દરેક વર્ષે ભારતના પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો અથવા ભારતના પૂર્વ કિનારાના વિસ્તારોને ધમરોળે છે. જો હવામાનનું દબાણ દિશા બદલે તો ઓડિસા, તમિલનાડુ કે પડોશી દેશ […]

Read More ચોમાસા પહેલા ગુજરાતમાં વાવાઝોડું
Featured

સમાજને દિશા આપનારા એક યુગાવતાર શ્રીકૃષ્ણની સમયયાત્રા.

આજે ભારતીય પંચાંગ મુજબ વિક્રમ સંવત 2077મું વર્ષ, અને ગ્રેગ્રેરિયન કેલેન્ડર અનુસાર ઈશુનું 2021મું વર્ષ ચાલે છે. ભગવાન શ્રીકૃષ્ણ જે સમયે સ્વધામ ગયા (મૃત્યુ થયું) ત્યારથી કળીયુગની શરૂઆત થઇ એમ કહેવાય છે. એટલે કે કળીયુગ (યુગાબ્દ )ના 5123 વર્ષ થાય છે. આજે વિશ્વમાં જ્યાં પણ હિન્દુઓ વસવાટ કરે છે ત્યાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ જન્માષ્ટમીના તહેવારની […]

Read More સમાજને દિશા આપનારા એક યુગાવતાર શ્રીકૃષ્ણની સમયયાત્રા.
Featured

ભારતીય નેવી દિવસ

ભારતીય સેના દ્વારા આજના દિવસે ઉજવવામાં આવતા નેવી દિવસનું ખાસ આટલું બધું મહત્વ આપવાનું કારણ એ છે કે આજના 4 ડિસેમ્બર, 1971ના દિવસે ભારતીય નૌસેનાના જવાનોએ પશ્વિમ પાકિસ્તાનના ( સમયે પુર્વ પાકિસ્તાન આજનું બાંગ્લાદેશ અને પશ્ચિમ પાકિસ્તાન એમ બે ભાગ હતા) કરાંચી બંદરને તહસનહસ (ગુજરાતી રૂઢીપ્રયોગ મુજબ : ભાંગીતોડીને ફનાફાટીયા ) કરી નાખ્યું હતું. INS […]

Read More ભારતીય નેવી દિવસ
Featured

સરદાર પટેલ: વિરાટ કે વૈરાટ

સરદાર વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમજ એના દ્રઢ મનોબળ ના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે. તેમના જીવનકવન વિશે આપણે […]

Read More સરદાર પટેલ: વિરાટ કે વૈરાટ

શબરીધામ: પ્રકૃતીના ખોળે પથરાયેલું સૌદર્ય

ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલ ડાંગ જીલ્લો એ સમૃદ્ધ ગિરીમાળાઓ શીતળ, શાંત, લીલાછમ અને ઘનઘોર જંગલો વડે આચ્છાદિત છે. અહીં કુદરતે છુટ્ટા હાથે સૌંદર્ય પાથર્યું છે. કોઈ કામણગારો કેમેરામેન હોય તો અનેકવિધ દ્રશ્યોને કેમેરામાં કચકડે મઢી શકે છે.અહીંની આદિવાસી વસ્તી ધરાવતા ગામડાઓ જાણે તમારું સ્વાગત કરવા સદાત્સુક છે. દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, અને […]

Read More શબરીધામ: પ્રકૃતીના ખોળે પથરાયેલું સૌદર્ય